રિઝલ્ટ@પાટણ: ધોરણ-10નું જિલ્લાનું પરિણામ 62.17 ટકા, સૌથી વધુ રણુંજ સેન્ટરનું 84.19 ટકા, જાણો વધુ

 
STD 10 Result

અટલ સમાચાર, ડેસ્ક

GSEB બોર્ડ દ્વારા આજે ગુરુવારે ધો 10 SSCનું માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 10 SSC પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 62.17 ટકા પરિણામ જાહેર થયું હતું. વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ મેસેજ ના આધારે પોતાનું રિઝલ્ટ જોયું હતું જિલ્લામાં 66 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું.

વિગતો મુજબ પાટણના 22 કેન્દ્રમાં 14512 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ 68.32, સિદ્ધપુર 56.32, રાધનપુર 55.43, ચાણસ્મા 54.36, કોઇટા 67.17, વાયડ 78.01, ધીનોજ 59.41, હારીજ 69.17, શંખેશ્વર 45.45, વારાહી 47.41, સમી 54.62, બાલીસના 80.00, સાંતલપુર 42.72, વડાવલી 68.89, કુંતાવાડા 48.9, કાકોશી 50.99, ભીલવાન 67.49, ચવેલી 52.20, ડેર 67.00, સરિયદ 69.76, કુણઘેર 68.60, રણુજ 84.19 પરિણામ જાહેર થયું હતું. સૌથી વધુ રાણુંજ 1 સેન્ટર નું 84.19 ટકા પરિણામ આવ્યું હતું જયારે સૌથી ઓછું 42.72 સાંતલપુર નું આવ્યું હતું.

પાટણ જિલ્લામાં 10 એસ એસ સીનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 14512 વિદ્યાર્થીઓ પૈકી 66 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 556 વિદ્યાર્થીઓએ A2, 1336 વિદ્યાર્થીઓએ B1 અને 2349 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 2942 વિદ્યાર્થીઓએ C1 અને 1672 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 80 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષ નું પરિણામ જોઈએ તો 2019માં 59.53 આવ્યું હતું. 2020માં 56.76.આવ્યું હતું અને 2021 માં 100ટાકા પરિણામ હતું કોરોના ના કારણે જયારે 2022માં 54.29ટાકા આવ્યું છે.તો 2023માં 62.17ટકા પરિણામ આવ્યું હતું.