દુ:ખદ@અરવલ્લી: રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા 62 વર્ષીય ખેડૂતનું ઠંડીના કારણે મોત

 
Arvalli

અટલ સમાચાર,મોડાસા 

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત નીપજ્યું છે. ગત રાત્રે પતી-પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતાં. ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ તેમનું મોત નિપજ્યું. 62 વર્ષીય પગી લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ખેડૂતનું મોત થતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડુતોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે. ખેડૂતોની માંગ છે કે, દિવસે વીજળી આપવામાં આવે. બે દિવસ પણ મોડાસામાં એક ખેડૂતનું ઠંડીના કારણે મોત નિપજ્યું હતું.

 

અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, રાત્રિના સમયે ખેતી વિષયક લાઈટ આવતાં મજબૂરી વશ ખેડુતો કડકડતિ ઠંડી વેઠવા મજબૂર બન્યાં છે. રાત્રિના સમયે અતિશય ઠંડી એ લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂતનો ભોગ લીધો છે. વહેલી સવારે ખેડૂત ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર પંથકમાં વીજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.