ઘટના@સાણંદ: ટાઈલ્સની ફેક્ટરીમાં 6 ફૂટ લાંબા અજગરનું એનીમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ

 
Vijay Dabhi

અટલ સમાચાર, ડેસ્ક

સાણંદ માણકોલ ગામ ખાતે ટાઈલ્સની ફેક્ટરીમાં 6 ફૂટ લાંબો અજગર નીકળતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. વિગતો મુજબ એનીમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ કરી અજગરને બચાવી લેવામાં આવ્યો છે. આ 6 ફુટના અજગરનું રેસ્ક્યુ ઓપરેશન એનિમલ લાઈફ કેરના વિજય ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. 

અમદાવાદ નજીક સાણંદ નળસરોવર રોડ પર માણકોલ ગામમાંથી એનિમલ લાઈફ કેરને જીતેન્દ્ર જાદવનો ફોન આવ્યો હતો કે, ગામમાં ડાયમંડ પથ્થર બ્લોકની ફેક્ટરીમાં અજગર આવી ગયેલ છે. આ ઘટનાને લઈ એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને રેસ્ક્યુના તમામ સાધનો સાથે ગામે પહોંચ્યા હતા. આ તરફ 6 ફુટના અજગરનું રેસ્ક્યુ ઓપરેશન જોવા ગામ ઉમટ્યું હતું. 

એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે, 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અવારનવાર અજગરનીકળવાની ઘટનાઓ ગામડા વિસ્તારમાં બનતી હોય છે. તેમણે કહ્યું કે, કોઈએ સાપની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ, કોઈ પણ સાપને મારવું ન જોઈએ. કારણકે લોકો અજગરને હજુ પણ ગામડા વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે પણ ખરેખર અજગર બિનઝેરી હોય છે. આ સાથે તેમણે કહ્યું કે, અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ.