રિપોર્ટ@ગુજરાત: ચૂંટણી પહેલા 7 કલેક્ટર, 40 ડે.કલેક્ટર અને DDOની બદલી અને બઢતી થશે

 
Sachivalay

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત સરકાર રાજ્યમાં મોટા પાયે IAS અધિકારીઓની બદલી અને બઢતી કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7 કલેક્ટરોની પણ બદલી કરવામાં આવશે, તો સાથે 8 જેટલા જિલ્લા વિકાસ અધિકારીઓની બઢતી સાથે બદલી થશે. રાજ્યના અધિક નિવાસી કલેક્ટરોની પણ બદલીનો દોર આ બદલીની સાથે હાથ ધરવામાં આવશે.

40 જેટલા ડેપ્યુટી કલેક્ટરોને અધિક નિવાસી કલેક્ટર સર્વર્ગમાં બઢતી આપવામાં આવશે, જ્યારે અધિક નિવાસી કલેક્ટર સહિત પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ થશે. જ્યારે પચાયત વિભાગમાં 50 જેટલા નાયબ ચિટનિશ કક્ષાના કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી આપવામાં આવશે.

News Hub