આનંદો@ઉ.ગુ: મહેસાણા-પાટણ-બનાસકાંઠાના 7 રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ, જાણો એક જ ક્લિકે

 
Mehsaan Railway Station

અટલ સમાચાર, ડેસ્ક

અમૃત ભારત સ્ટેશનમાં રાજ્યનાં 87 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણા અને ઊંઝાનાં રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. જેના ભાગરૂપે નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

રાજ્યસભામાં દેશના રેલવે સ્ટેશનના વિકાસને લઇ પુછાયેલા સવાલમાં દેશનાં રેલવે વિભાગે 1,275 સ્ટેશનને અમૃત ભારત સ્ટેશનમાં આવરી લેવાયા હોવાનું કહેવામાં આવ્યું હતું. આ 1,275 રેલવે સ્ટેશનમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં પસંદ કરાયેલા 7 રેલવે સ્ટેશનો પૈકી મહેસાણા જિલ્લાના મહેસાણા અને ઊંઝારેલવે સ્ટેશન, પાટણ જિલ્લાના પાટણ અને સિધ્ધપુર રેલવે સ્ટેશન, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ભીલડી રેલવે સ્ટેશન, સાબરકાંઠા ના હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનનો વિકાસ કરાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યનાં પસંદગી પામેલા રેલવે સ્ટેશનનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. જેમાં ફ્રી વાઇફાઇ, શૌચાલય, લિફ્ટ અને એસ્કેલેટર, સ્વચ્છતા, કિઓસ્ક, મુસાફરો માટે માહિતીની સિસ્ટમ, બિઝનેસ મીટિંગ માટે જગ્યા, દિવ્યાંગોની જરૂરીયાત માટેની સુવિધાઓ અને રેલવે સ્ટેશનની બિલ્ડીંગને પર્યાવરણ અનુકુળ બનાવવું સહિતની કામગીરી હાથ ધરાશે.