કાર્યક્રમ@ગાંધીનગર: પ્રદેશ ભાજપ પ્રમુખે 75 કુંભ લઈને દિલ્હી જતા વાહનોને લીલીઝંડી બતાવી

 
BJP

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ અભિયાન હેઠળ ગાંધીનગરમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે 75 અમૃત કળશ યાત્રાની માટે સાથેના 75 કુંભ દિલ્હી મોકલવા માટે વાહનોને લીલીઝંડી બતાવી હતી.

વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહના નેતૃત્વમાં 75 વાહનો સાથે દિલ્હી જશે. 75 ઇલેકટ્રીક વાહનો કળશ સાથે દિલ્હી જશે. સૌ પ્રથમ વખત ઇલેકટ્રીક વાહનો 1 હજાર કિમી નો પ્રવાસ કરશે. આ યાત્રા દરમિયાન અનેક રેકોર્ડ સર્જાશે. દેશભક્તો, વીરાંગનાઓને આ પ્રકારે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.