રિપોર્ટ@મહેસાણા: 29 લાખનો ખર્ચ કરી 760 અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયા

 
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકોનો સર્વે દરમ્યાન આંકડો બહાર આવ્યો છે . જેમાંથી 760 જેટલા અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ પણ કરાયા છે. 760 જેટલા કુપોષિત બાળકોને રૂપિયા 29 લાખ ખર્ચ કરી સ્વસ્થ કરાયા છે. આ આંકડો મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયેલ એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી ના આંકડા માં 944 કુપોષિત બાળકો સામે આવ્યા હતા. 

સર્વેમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા હતા જે 944 બાળકો પૈકી 836 બાળકોના વજનમાં વધારો પણ નોંધાયો છે. આવા બાળકો ને 14 દિવસ સતત સારવાર આપી 760 બાળકોને સ્વસ્થ કરાયા છે. બાકીના અતિ કુપોષિત બાળકોની સારવાર હજુ ચાલુ છે. આવા અતિ ગંભીર કુપોષિત બાળકોને માતા સાથે સારવાર માટે કેન્દ્ર પર બોલાવાય છે. બાલ સેવા અને સંજીવની કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકો અને તેની માતાને બોલાવી યોગ્ય આહાર આપીને સારવાર અપાય છે. બાળકોને સાજા કરવા પાછળ યોજનામાં બાળક દીઠ રૂ.3900 સરકાર ખર્ચ કરે છે.

 

PM Jaherat
Jaherat

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં પણ કુપોષીત બાળકોનો આંક વધી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરી કોપોષણને નાથવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. ત્યારે કુપોષણ દૂર કરવા શરૂ કરવામાં આવેલ ઝુંબેશમાં ખર્ચનો આંક પણ 29 લાખ પાર પહોંચ્યો છે જેમાં આ યોજનામાં સ્થાનિક સંસ્થાઓ સાથે સરકાર પણ ખર્ચ કરી રહી છે.