કાર્યવાહી@જોટાણા: પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા મામલે 8 આરોપીને 4 વર્ષની સજા, જાણો વિગત
અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા કોર્ટ પ્રેમ સંબંધ મામલે માર મારવાના કેસમાં 8 લોકોને 4 વર્ષની સજા ફટકારી છે. વિગતો મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે થોડા વર્ષ અગાઉ પ્રેમ સંબંધ મામલે બે પક્ષ વચ્ચે જૂની અદાવતમાં મારામારી સર્જાઈ હતી. આ તરફ યુવક ગામમાં આવતા યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો કરતા ઇજાઓ થઈ જતી. સમગ્ર કેસમાં યુવકના પરિવારજનોએ હુમલો કરનાર સામે પક્ષના કુલ 9 લોકો સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ તરફ હવે આ કેસમાં આરોપીને મહેસાણા કોર્ટ તમામ ને ચાર વર્ષની સજા ફટકારી હતી.
મહેસાણાના જોટાણામાં થોડા વર્ષ અગાઉ પ્રેમ સંબંધમાં મામલે બે જૂથ વચ્ચે તકરાર સર્જાઈ હતી. જે બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. જોકે યુવકને છ માસ સુધી ગામમાં નહિ આવવા પર પ્રતિબંધ ફરમાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી યુવક પોતાના ગામમાં આવતા યુવતીના પરિવારજનોએ હુમલો કરતા મારામારી સર્જાઈ હતી. આ કેસમાં યુવકે યુવતીના પરિવાર જનોના 9 લોકો સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ તરફ આ કેસ મહેસાણા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલતા વકીલ એચ.આર ચૌધરીએ કોર્ટમાં દલીલો કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી મલેક ઈબ્રાહીમમીયા જહાંગીરમીયા, મલેક અજરૂદીન ઉર્ફ હારુન ઈબ્રાહીમ ભાઈ, મલેક સોહિલ ઉર્ફ બાદલ ઈબ્રાહીમભાઈ, મલેક નશરૂદીન ઈબ્રાહીમભાઈ, મલેકયાસીન ઇશમાઇલ ભાઈ, મલેક ઇશમાઇલ ઉર્ફ ભુરો, મલેક અનવરમીયા જહાંગીર મીયા, મલેક મોહસીન અનવર મીયાને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સતગે દરેક આરોપીને 1500 રૂપિયા દંડ ફટકાર્યો તો આરોપીઓ દંડ ના ભરેતો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે.