વાયરલ@પાટણ: આઠમીએ વરઘોડો છે, નવમીએ દાદાઓનો હિસાબ કરીશું: કિરીટ પટેલ

 
Kirit Patel

અટલ સમાચાર, પાટણ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પહેલા વાયરલ થયેલા એક વીડિયોથી પાટણનું રાજકારણ ગરમાયું છે. પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ધમકી આપી રહ્યા છે.

  

પાટણ વિધાનસભા બેઠક પર ભાજપે રાજુલબેન દેસાઈને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ લાલેશ ઠક્કરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ તેમના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે.

 

સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન કિરીટ પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કિરીટ પટેલ કહી રહ્યા છે કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પંપ ન બચાવી શક્યા તો આપડી ગાયોને કેવી રીતે બચાવશે. એ એમની જાતને દાદા સમજતા હોય તો એમને કહી દેજો કે આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા.

કિરીટ પટેલે કહ્યું કે, 'તમે એવું સમજતા હોય કે અમે આમ કરી લઈશું, તો તમે પાંચમી તારીખ સુધી શાંતિ રાખજો, 8મી તારીખે આપડો વરઘોડો નીકળવાનો છે. નવમીએ આપડે આ દાદાઓનો હિસાબ કરી દઈશું.'