ચકચાર@જુનાગઢ: માણાવદર-વંથલી હાઇવે પર કપાસના દલાલ સાથે 9 લાખની લૂંટ, જાણો પછી શું થયું ?

 
Jamnagar

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં માણાવદર-વંથલી હાઇવે પર કપાસના દલાલ સાથે 9 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. ત્રણ લૂંટારૂઓ આ લૂંટ કરી ફરાર થઇ ગયા છે. મળતી માહિતી પ્રમાણે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ કાલરીયા કપાસના દલાલ છે. તેઓ માણાવદર-વંથલી હાઇવે પર આ રકમ લઈને જય રહ્યા હતા ત્યારે વંથલી હાઇવે પર ગૌશાળા નજીક ત્રણ લૂંટારૂઓ તેમની નજીક આવી ગયા હતા અને તેમને બાઈક પરથી પછાડી દઈને 9 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાઈક પરથી પછડાઈ જવાને કારણે ભોગ બનનાર દિનેશભાઈને સામાન્ય ઈજાઓ થઇ હતી, જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.