દુ:ખદ@બોટાદ: 24 વર્ષની મહિલા હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવાર શોકમગ્ન
Updated: Oct 23, 2022, 11:00 IST

અટલ સમાચાર, ડેસ્ક
બોટાદમાં 24 વર્ષની મહિલા કોન્સ્ટેબલની આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. શહેરના હનુમાન પુરી વિસ્તારના મકાનમાં યુવતીએ આપઘાત કર્યો છે. જોકે, આપઘાતનું કારણ હજી અકબંધ છે. યુવતીનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાન પુરી વિસ્તારમાં જે ઘરમાં આપઘાત કર્યો છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.