બ્રેકિંગ@ગુજરાત: ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટનો મોટો નિર્દેશ, જાણો શું કહ્યું ?

 
High Court

અટલ સમાચાર, ડેસ્ક

આજે ગુજરાત હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરી અંગે સુનાવણી થઇ હતી. આજે રાજ્ય સરકારે બીજીવાર સોગંદનામું રજૂ કર્યું હતું. સાથે જ એફિટેવિટ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટનાને રોકવા નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટે જણાવ્યું કે, નાઈલોન, ચાઈનીઝ દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો. હાઇકોર્ટે સ્કૂલ કોલેજોમાં જાગૃતિ લાવવા પણ નિર્દેશ કર્યો છે. જરૂર પડે તો રિક્ષામાં જાહેરાતથી લોકજાગૃતિ કરવા પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ તેમ આ માટે પણ કરો. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો પણ કાયદો લાગૂ કરો. અત્યાર સુધી માત્ર IPC 188 એક્ટ હેઠળ જ કાર્યવાહી થાય છે. ગેરકાયદે વેચાણ અંગે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરો. મીડિયાએ પણ લોકજાગૃતિ અંગે પ્રયાસ કરવા જોઈએ.

ચાઇનીઝ દોરી મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા કહ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે, એલઇડી સ્ક્રીન પર લોકજાગૃતિનો પ્રયાસ કરો. ઓટો રીક્ષામાં જાહેરાતની જરૂરત પડે તો લોકજાગૃતિ માટે ઉપયોગ કરો. જેમ ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે, તેમ આના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો. ચેનલના માધ્યમથી લોકજાગૃતિ આવે તેવા પ્રયત્ન કરો. નાયલોન દોરી,ચાઈનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો.

અગાઉ ચાઇનીઝ દોરી મામલે થયેલી સુનવણી દરમિયાન હાઇકોર્ટે કામગીરીને લઈને સરકારને સવાલ કર્યા હતા. હાઈકોર્ટે ચાઈનીઝ દોરી પર કામગીરીને લઈને સવાલ કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે, કામ કાગળ પર છે કે કામગીરી થઈ, થઈ તો કેટલી? દરોડાની વિગતવાર માહિતી આપો. સોગંદનામામાં પણ કોઈ માહિતી અપાઈ નથી. ગૃહ વિભાગના સેક્રેટરીને નવેસરથી સોગંદનામું કરવા HCએ નિર્દેશ કર્યો હતો. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે મીડિયા જાગૃતિ લાવવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.