આનંદો@ગુજરાત: આ જિલ્લાના દૂધ ઉત્પાદકોને મોટી ભેટ: કિલો ફેટના ભાવમાં કરાયો વધારો, જાણો એક જ ક્લિકે

 
Milk Woman

અટલ સમાચાર, ડેસ્કગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. ગાંધીનગર દૂધ સંધે દૂધના કિલો ફેટમાં ભાવમાં વધોરો કર્યો છે. પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો વધોરો કર્યો છે. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિેલ્લા દૂધ સંધની મોટી ભેટ મળી છે. 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચુકવવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં અનેક પશુપાલકો છે,આ ભાવ વધારાથી તેમનામાં ખુશી જોવા મળી રહી છે. આમ તો દિવાળીના સમય લગભગ મોટા ભાગની ડેરીએ પશુપાલકોને ભાવ વધારો આપ્યો હતો. ગાધીનગર દૂધ સંઘમાં દરરોજ દૂધની સારી આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે ગાંધીનગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.