ઘટસ્ફોટ@રાજકોટ: 30 લાખની લૂંટ મામલે મોટું અપડેટ, દેવું વધી જતાં....... જાણો વધુ

 
Bhaktinagar police

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં મિલપરા વિસ્તારમાં આશરે 30 લાખની ચીલ ઝડપનો બનાવ સામે આવ્યો છે. જેમાં મિલપરા વિસ્તારમાં રોકડ ભરેલા થેલાની ચીલ ઝડપ થઇ હતી. ભક્તિનગર પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ગણતરીનાં સમયમાં જ ખુલાસો થયો છે કે, મંથન માંડવિયા પર દેવું વધી જતા તેણે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. મંથન માંડવિયા જ ફરિયાદી હતો અને તેને જ આ આખું તરકટ રચ્યું હતું.

રાજકોટના મંથન માંડવીયા નામના વ્યક્તિ સાથે લૂંટનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતુ. બુધવારે બપોરે ભક્તિનગર પોલીસને મંથન માંડલિયા નામના શખ્સે એક ફરિયાદ આપી અને દાવો કર્યો કે, પોતાના 30 લાખ લૂંટાયા છે. બે જણાએ લૂંટ ચલાવી હોવાનું મંથન જણાવી રહ્યો હતો. જગદીશ રાણપરા નામની વ્યક્તિએ પોલીસને આ અંગેની જાણ કરી હતી. જગદીશભાઈ મંથનનાં કાકા થાય છે. જોકે, બનાવ શંકાસ્પદ હોવાનું પોલીસનું અનુમાન હોવાથી આ અંગે તેમણે કડક તપાસ હાથ ધરી હતી.

રાજકોટમાં ધોળા દિવસે 30 લાખની લૂંટ થતાં ખળભળાટ મચી ગયો હતો. શહેરના મિલપરા વિસ્તારમાં 30 લાખની રોકડની લૂંટ થઈ હોવાની ફરિયાદ થઇ હતી. ફરિયાદીનો દાવો હતો કે, જ્યારે તેઓ બેંકમાંથી 30 લાખ રૂપિયા ઉપાડીને જતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સો 30 લાખ ભરેલો તેનો થેલો લઈને નાસી છૂટ્યા હતા. ભક્તિનગર પોલીસે ફરિયાદ મળ્યા બાદ લૂંટારૂ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. આ સાથે જ ફરિયાદ સાચી જ છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરાઈ રહી હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ આ આખી ઘટનાનું સત્ય બહાર આવ્યું છે.