દુઃખદ@દીવ: પ્રવાસ ગયેલા બનાસકાંઠાના બાળકનું ડૂબી જવાથી મોત, પરિવારજનો શોકમગ્ન

 
Div

અટલ સમાચાર, ડેસ્ક 

બનાસકાંઠા જિલ્લાના જસરા ગામની અદ્વૈત વિદ્યામંદિર શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીનું દરિયામાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Dhanera
જાહેરાત

દરિયા કિનારે કે નદી કિનારે પ્રવાસે જતાં લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. અવારનવાર ડૂબી જવાથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દિવના દરિયામાં બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. લાખણીના જસરા ગામની અદ્વૈત વિદ્યામંદિર શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીનું દિવના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામની શાળાના વિદ્યાર્થીઓ દિવાળીના વેકેશનમાં દિવના પ્રવાસે ગયા હતા. અહીં તમામ વિદ્યાર્થીઓ નાગવા બીચ પર નહાવા પડ્યા હતા. જ્યાં ધોરણ 10માં અભ્યાસ કરતો ગર્વ ત્રિવેદી નામનો વિદ્યાર્થી પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યુ હતું કે, દિવના દરિયામાં અચાનક ડૂબી જતાં ગર્વ ત્રિવેદીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.