ગંભીર@અરવલ્લી: RFO પર હથિયારધારી 10 શખ્સોનું ટોળું તૂટી પડ્યું, જાણો પછી શું થયું ?

Arvalll

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી પંથકમાં હુમલાની ઘટના સામે આવી છે જેમાં મેઘરજના ડામોર ઢુંઢા ગામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરાયો હતો. 10 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનું RFOએ ટેલિફોનિક નિવેદન આપ્યું હતું. વધુમાં જૂની અદાવતમાં ટોળાંએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાને પગલે RFO કાર મૂકી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

ખાનગી વાહન લઈ ફરજની કામગીરી માટે ગયેલા RFO મેહુલ દોમડા પર હુમલો કરાયો હોવાનુ સામે આવ્યું છે. શુક્રવારે સાંજે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેહુલ દોમડા પસાર થઈ રહ્યા હતા આ વેળાએ હથિયારધારી શખ્સો તુટી પડ્યા હતા. જ્યા ટોળાએ હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. આ મામલે મેહુલ દોમડાએ ટેલિફોનિક સવાંદ સાંધી હુમલાની ઘટનાની પુષ્ટી કરી હતી.

 હુમલા બાદ RFO કાર મુકીને ઘટના સ્થળેથી નાશી ગયા હતા. બનાવસ્થળેથી તેઓ સીધા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જોકે હુમલો કયા કારણથી અને કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગેનું કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.