બિગબ્રેકિંગ@ગુજરાત: સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસમાં રજા જાહેર

અટલ સમાચાર, ડેસ્ક
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બંનેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ખૂબ પ્રભાવશાળી સાબિત થશે.
આ વખતે દિવાળી 24 ઓકટોબરના રોજ છે તે બાદ 25 તારીખે પડતર દિવસ છે અને બેસતું વર્ષ 26 તારીખના રોજ છે. ત્યારે એક દિવસ પડતર હોવાના કારણે સરકારી કર્મચારીઓ 24-25-26 માંથી 25 ઓકટોબરની રજાનું અસમંસજસ હતું. જેનું સમાધાન આવી ગયું છે. સરકારી કર્મચારીઓને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ રજા જાહેર થતાં સરકારી કર્મચારીઑની ખુશી બમણી થઈ છે. એટલે કે હવે દિવાળી અને નવા વર્ષ વચ્ચે પડતર દિવસે સરકારી કચેરીઓમા રજા રહેશે. જેના બદલામાં 12 નવેમ્બરના રોજ બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે.
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે.