દુર્ઘટના@બનાસકાંઠા: અમીરગઢમાં પતંગની દોરીથી આધેડનું ગળું કપાયું, જાણો પછી શું થયું ?
Jan 13, 2023, 17:26 IST

અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તરાયણના તહેવાર વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમ્યાન આજે બનાસકાંઠામાં પણ દોરીને લીધે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં કાતિલ દોરીથી એકનું ગળું કપાયું છે. અમીરગઢના ધનપુરા પાસે એક વ્યક્તિનું ગળુ કપાયુ છે. આ વ્યક્તિ પતંગની દોરી ગળામાં ઘસાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પતંગની દોરીથી વ્યક્તિ ઘવાયો હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢના ધનપુરાની સીમમાં પતંગની દોરી વાગતા આધેડનું ગળું કપાયું છે. અમરાભાઇ નામનો વ્યક્તિ ધનપુરાની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પતંગની દોરી વાગી હતી. આધેડ પતંગ દોરીને કારણે ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. તેમને 108 દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.