ઘટના@મહેસાણા: હોસ્પિટલના બાથરૂમમાં નવજાત બાળક ત્યજી દેવાયું, અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ

Langhnaj

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં ફરી એકવાર નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.  પ્રાથમિક વિગતો મુજબ ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલ અને પ્રસૃતી ગૃહના બાથરૂમમાંથી નવજાત બાળક મળી આવ્યું છે. જેમાં અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા બાળક ત્યજી દીધું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઘટનાને લઈ લાંઘણજ પોલીસ મથકે અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

મહેસાણાના ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલ અને પ્રસૃતી ગૃહમાં આજે એક નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે.  ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલ અને પ્રસૃતી ગૃહના સ્ત્રી વોરના બાથરૂમમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. જેને લઈ ચર્ચા મુજબ કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા બાથરૂમમાં બાળક મૂકી ગયાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે સંગ મામલે લાંઘણજ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.