દુર્ઘટના@મોરબી: તાજેતરમાં લોકાર્પણ કરાયેલ ઝૂલતો પુલ તૂટ્યો, 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યા

 
Morbi

અટલ સમાચાર, ડેસ્ક 

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સામે આવી છે. તાજેતરમાં જ નવો બનેલો ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો નીચે ખાબક્યા હતા. હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. જેને લઇને દેકારો બોલી ગયો હતો.મોરબીમાં ઝૂલતા પુલ પર 500 જેટલા લોકો હતા. આ દરમિયાન દુર્ઘટના બની હતી. જેને લઇને 100 થી વધુ લોકો મચ્છુ નદીના જળપ્રવાહમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને સબંધિત વિભાગ દ્વારા પૂરજોસમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Kirti sinh
જાહેરાત

મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.

APMC unjha
જાહેરાત

નોંધનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. 

Kirit patel
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીને આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.