દુર્ઘટના@જેતપુર: આખલાની અડફેટે બાળકો ભરેલી રિક્ષા પલટી, જાણો પછી શું થયું ?

 
Jetpur

અટલ સમાચાર, ડેસ્ક

જેતપુરમાં આખલાઓનો આંતક સામે આવ્યો છે. ટાકૂડી પરા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આ દરમિયાન આખલાઓ રસ્તા પર જતી સ્કૂલ રિક્ષાને અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષા પલટી જતાં બાળકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બે આખલાઓ લડી રહ્યા હતા. રસ્તા પર ટર્નિંગ પાસેથી બે આખલાઓ લડતાં-લડતાં દોડી આવ્યા હતા. બીજી બાજુ રસ્તા પર એક સ્કૂલ રીક્ષા આવી રહી હતી. જોત-જોતામાં આખલાઓએ સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી સ્કૂલ રિક્ષા પલટી મારી ગઇ હતી. આ રિક્ષામાં બાળકો પણ સવાર હતા. 

મહત્વનું છે કે, સીસીટીવીમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પળવારમાં આખલાઓએ સ્કૂલ રિક્ષાને પલટાવી દીધી હતી. મહત્વનું છે કે, ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ રિક્ષાને સીધી કરવા પ્રયાસ કર્યો હતો. રિક્ષા પલટી જતાં બાળકને સામન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.