દુ:ખદ@સુરેન્દ્રનગર: શાળા પાસેના ખાડામાં પટકાતા ધોરણ-3ના વિદ્યાર્થીનું મોત, પરિજનો શોકમગ્ન

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં ખાડામાં પટકાતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ બનાવ દસાડાના ધામા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસેનો છે. સ્કૂલ પાસે પાણીના સંપની કામગીરી ચાલતી હતી. જ્યારે સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધોરણ 3ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ છે. 

સુરેન્દ્રનગરમાં ખાડામાં પટકાતા વિદ્યાર્થીનું મોત થયું છે. દસાડાના ધામા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસેના આ બનાવની વિગતો એવી છે કે, સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધો. 3ના વિદ્યાર્થીનું મોત થયું છે. વિગતો મુજબ ખાડામાં પટકાતા કુલદીપ ધરમશીભાઈ ઠાકોરનું મોત થયું છે. આ તરફ પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.