દુર્ઘટના@વડોદરા: ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ, લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ, જાનહાનિ ટળી

 
Vadodra

અટલ સમાચાર, વડોદરા 
 
વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી. ડભોઇ રોડ વિસ્તારમાં ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં લાગી આગ ફાટી નીકળી હતી.  આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોએ જબરી જહેમત ઉઠાવી હતી.  આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

કોઈ કારણોસર ગોડાઉનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેને લઇને ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા 5 ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા ગોડાઉનનો તમામ માલ-સામાન બળીને ખાક થઇ ગયો હતો. 

Rashmi Patel Sarpanch

આગને કારણે લાખો રૂપિયાના નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગનું કોઈ સ્પષ્ટ કારણ સામે ન આવતા પોલીસ તેમજ ફાયર વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.