દુર્ઘટના@અમદાવાદ: આંખની હોસ્પિટલમાં મધરાતે અચાનક લાગી આગ, સિક્યુરિટી ગાર્ડ અને પત્નીનું મોત

Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. મહત્વનું છે કે, આગને કારણે દાઝી જવાથી બંનેના કરુણ મૃત્યુ થતાં છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખુદ હોસ્પિટલનો સ્ટાફ સવારે આવ્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ સીડીઓમાં પડ્યા હતા. 

મોદી આઇ કેર હોસ્પિટલ આગ મામલે ACPએ કહ્યું કે, નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલની આગની ઘટનામાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં નરેશભાઈ અને તેમના પત્નીનું મ્રુત્યુ થયુ છે. હાલમાં FSL અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. આ સાથે ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. આ તરફ આગ લાગી ત્યારે બંને આગ ઓલવવાની પણ કોશિશ કરી હોવાનું પણ ACPએ ઉમેર્યું હતું.