દુર્ઘટના@નડિયાદ: પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા લોહીલુહાણ, અંતે કરુણ મોત

Nadiad

અટલ સમાચાર, ડેસ્ક

જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.

નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.