ઘટના@અમદાવાદ: આશાસ્પદ યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં ફરીવાર એક અકસ્માતની ઘટનામાં જુવાનજોઘ યુવાનનું મોત નીપજ્યું છે. શહેરનાં ઠક્કરનગર બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ગુરૂવારે મોડી રાતે અજાણ્યા વાહનની અડફેટે 28 વર્ષનાં દિપુ કઠેરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ છે. અચાનક થયેલા અકસ્માતને કારણે પરિવારમાં માતમ છવાયો છે. આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં ઠક્કરનગર બ્રિજ પર અકસ્માતની ગોઝારી ઘટના બની છે. જેમાં 28 વર્ષનાં દિપુ કઠેરિયા નામના યુવકનું મોત નીપજ્યું છે. આ યુવક અંગે મળતી માહિતી પ્રમાણે, તે ઇનાજીની ચાલી, કલાપી નગરનો રહેવાસી છે. પરિવારમાં યુવાન દીકરાનું મોત થવાને કારણે શોકનો માહોલ છવાયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડી રાતે થયેલા અકસ્માતને કારણે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. જોકે, સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસનાં આવ્યા બાદ યુવકનાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યો હતો. મૃતદેહની સ્થિતિ જોઇને અનુમાન લગાવી શકાય છે કે, અકસ્માત ઘણાં જ ભયાનક રીતે થયો હતો. હાલ પોલીસ ફરાર અજાણ્યા વાહન ચાલકને શોધી રહી છે.