બ્રેકિંગ@ગુજરાત: AAPની 15મી યાદી જાહેર, સિદ્ધપુરથી મહેન્દ્ર રાજપૂતને ટિકિટ, જાણો કોને ક્યાં મળી ટિકિટ ?

 
Mahendra Rajput

અટલ સમાચાર, ડેસ્ક 

વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના સિદ્ધપુર, મધ્ય ગુજરાતની માતર અને દક્ષિણ ગુજરાતની ઉઘના બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. મહત્વનું છે કે, ભાજપે અગાઉ 160 ઉમેદવારો અને આજે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા છે તો કોંગ્રેસે પણ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજે AAPએ 15મી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.

AAPએ ગુજરાત ઇલેક્શન માટે નવા 3 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં AAPમાંથી માતર બેઠક પર લાલજી પરમારને ટિકિટ અપાઈ છે. અગાઉ આ બેઠક પર મહિપતસિંહ ચૌહાણને જાહેર કરાયા હતા. તેમજ કેસરીસિંહ પણ 2 દિવસમાં જ ફરી ભાજપમાં એન્ટ્રી કરતા લાલજી પરમાર નવો ચહેરો જાહેર કરાયો છે. જ્યારે સિદ્વપુરથી મહેન્દ્ર રાજપુતને ટિકિટ અપાઈ છે તેમજ ઉધનાથી મહેન્દ્ર પાટીલને ટિકિટ અપાઈ છે