બ્રેકિંગ@ગુજરાત: AAPએ જાહેર કર્યું ઉમેદવારોનું આઠમું લિસ્ટ: યુવરાજસિંહ જાડેજા આ બેઠક પરથી ચૂંટણી લડશે

 
AAP

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. 


એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ  22 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં યુવરાજસિંહ જાડેજાને દહેગામ બેઠક પરથી AAPની ટિકિટ મળી છે. 

AAPએ વધુ 22 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

  • દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાને AAPની ટિકિટ
  • એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહને AAPની ટિકિટ
  • નારણપુરા બેઠક પરથી પંકજ પટેલને AAPની ટિકિટ
  • મણીનગર બેઠક પરથી વિપુલ પટેલને AAPની ટિકિટ
  • ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયાને AAPની ટિકિટ
  • અમરેલી બેઠક પરથી રવિ ધાનાણીને AAPની ટિકિટ
  • લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજાને AAPની ટિકિટ
  • રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયાને AAPની ટિકિટ
  • ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકીને AAPની ટિકિટ
  • માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને AAPની ટિકિટ
  • જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવાને AAPની ટિકિટ
  • ડભોઈ બેઠક પરથી અજીત ઠાકોરને AAPની ટિકિટ
  • વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકીને AAPની ટિકિટ
  • અકોટા બેઠક પરથી શશાંક ખરેને AAPની ટિકિટ
  • રાવપુરા બેઠક પરથી હિરેન શિરકેને AAPની ટિકિટ
  • જંબુસર બેઠક પરથી સાજીદ રેહમાનને AAPની ટિકિટ
  • ભરૂચ બેઠક પરથી મનહર પરમારને AAPની ટિકિટ
  • નવસારી બેઠક પરથી ઉપેશ પટેલને AAPની ટિકિટ
  • વાંસદા બેઠક પરથી પંકજ પટેલને AAPની ટિકિટ
  • ધરમપુર બેઠક પરથી કમલેશ પટેલને AAPની ટિકિટ
  • પારડી બેઠક પરથી કેતન પટેલને AAPની ટિકિટ
  • કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિતને AAPની ટિકિટ