નિવેદન@ગુજરાત: મારી બધી આગાહીઓ સાચી પડી, ગુજરાતમાં AAPની સરકાર બને છે: અરવિંદ કેજરીવાલ

 
Kejriwal

અટલ સમાચાર, ડેસ્ક

વિધાનસભાની ચૂંટણીને લઈ આપનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમ્યાન આજે અરવિંદ કેજરીવાલે એક મોટું નિવેદન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે.' આ સાથે તેમણે આભવિષ્યવાણી લેખિતમાં મીડિયા સમક્ષ જાહેર કરી હતી. 

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, 'ત્રણ વાત સ્પષ્ટ છે કે, પહેલું કે આમ આદમી ડરેલો છે, બીજું -કોંગ્રેસનાં વોટર શોધશો તો પણ નહીં મળે અને ત્રીજું - ભાજપના મોટાપ્રમાણમાં મતદારો આમ આદમી પાર્ટીને મત આપવા જઇ રહ્યા છે. ગુજરાત આ વખતે પરિવર્તન ઇચ્છે છે.'


 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચ્ચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. 27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતાને રાહત મળશે. તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર સુધીમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાનું નોટિફિકેશ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓની તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવશે. 

શું કહ્યું અરવિંદ કેજરીવાલે ? 

અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, BJPનાં લોકો AAPનાં અનેક લોકો પર હુમલા કરે છે. ભાજપ ડરી ગઇ છે. 27 વર્ષમાં પહેલીવાર BJP આટલું બધું કેમ ડરી રહ્યું છે? તમે રસ્તા પર જઇને કોઇને પણ પૂછો કે, તમે કોને વોટ આપશો. તો સામેથી જવાબ આપશે AAP કે BJP. જે લોકો BJPને મત આપવાનું કહે છે, તેમની સાથે થોડીવાર વાત કરો તે પણ પાંચ મિનિટમાં કહેશે કે, મારો આખો મહોલ્લો AAP ને વોટ આપવાનો છે મારે પણ AAPને મત આપવો છે પરંતુ ડર લાગે છે.