બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પરિણામો બાદ ઈટાલિયાને અધ્યક્ષ પદેથી દૂર કરાયા, AAPના નવા અધ્યક્ષ ઈશુદાન ગઢવી

AAP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યાં છે. પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. 


આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. 

આ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતના અલગ અલગ ઝોનના સ્ટેટ પ્રેસિડન્ટ પણ જાહેર કર્યાં છે જે અનુસાર અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના, ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન, ડો.રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તથા કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.