ચૂંટણી@ગુજરાત: આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદી જાહેર કરી, મહેસાણાથી ભગત પટેલ તો CMની બેઠક પર વિજય પટેલને ટિકિટ

 
AAP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં છઠ્ઠી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. AAPએ છઠ્ઠી યાદીમાં 20 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 182 ગુજરાત વિધાનસભાની બેઠકમાંથી 73 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.  જેમાં આજે જાહેર થયેલી યાદીમાં મહેસાણાથી લોકસભા પ્રભારી ભગત પટેલને તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર વિજય પટેલને ટિકિટ આપી છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આમ આદમી પાર્ટીએ કચ્છના રાપરમાં અંબાભાઇ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વડગામમાંથી દલપત ભાટિયાને ટિકિટ આપી છે. મહેસાણામાં ભગત પટેલ, વિજાપુરમાં ચીરાગભાઇ પટેલ, ભીલોડામાં રૂપસિંહ ભગોડા, બાયડમાં ચુન્નીભાઇ પટેલ, પ્રાંતિજમાં અલ્પેશ પટેલ, ઘાટલોડિયામાં વિજય પટેલ, જૂનાગઢમાંથી ચેતન ગજેરા, વીસાવદરમાં ભૂપત ભાયાણી, બોરસદમાં મનીશ પટેલ, આંકલાવમાં ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશ પટેલ, કપડવંજ પરથી મનુભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. સંતરામપુર બેઠક પરથી પરવત વાઘોડિયા ફૌજી, દાહોદમાંથી પ્રોફેસર દિનેશ મુનીયા, માંજલપુરમાં વિરલ પંચાલ, સુરત (ઉત્તર)માં મહેન્દ્ર નાવડિયા, ડાંગમાં એડવોકેટ સુનીલ ગામીત, વલસાડમાં રાજુ મછને ટિકિટ આપવામાં આવી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની વડગામ બેઠક પરથી દલપત ભાટિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મણીભાઇ વાઘેલાને ટિકિટ આપી શકે છે જ્યારે કોંગ્રેસ ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર અપક્ષ તરીકે લડેલા જિગ્નેશ મેવાણીને ફરીથી મેદાનમાં ઉતારી શકે છે. મહત્વનું છે કે, AAPની છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારોમાંથી 9 બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.