અકસ્માતઃ એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અનેક વાહનોને અડફેટે લીધા, એકનું મોત
બસ

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છના કુકમા ગામના બસ સ્ટેશન પાસે એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ST બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા રિક્ષા, કાર, બાઈક, એક્ટિવા સહિત વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે હડફેટે આવેલા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે બીજી ગાડીઓને નુકસાન થયુંછે.

બેકાબુ બનેલી બસ દુકાનોમાં ઘૂસી  જતા પાંચથી વધુ દુકાનોને નુકસાન થયું છે. અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા ખભરાના  યુવાન નું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત. 25થી વધુ લોકોને ઈજાઓ પહોંચી. 

બીજા બનાવમાં રાજકોટ શહેરમાં મક્કમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે બાઇક હડફેટે લેતા બેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે. રાજકોટના ગોંડ રોડ પર મક્કમ ચોક પાસે ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને લીધું હડફેટે. બાઇક ચાલક બન્નેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.