ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો, આકાશમાં કાળા વાદળો છવાયા
rain_atmosphear_

અટલ સમાચાર, ડેસ્ક


આજે સમગ્ર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે. 27 મે એ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વરસાદની સંભાવના રહેશે. આ મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે ગરમીમાં રાહત મળી છે. વાતાવરણમાં પલટો મારતા જ આજે લોકોને ગરમી માંથી રાહત મળી છે. ઉત્તર ગુજરાતમાં અને મધ્યગુજરાતમાં પણ સવારથી કાળા વાદળો આકાશમાં જોવા મળે છે. 

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.