બ્રેકિંગ@ગુજરાત: રાજ શેખાવત સહિત કરણીસેનાના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા

 
Raj Shekhawat

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ-આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કરણી સેનાના પ્રદેશ પ્રમુખે આજે કેસરિયા કર્યા છે. રાજ શેખાવત હમેંશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. કરણી સેનાના રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી. 

કોણ છે રાજ શેખાવત ? 

કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે.અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો. 



રાજ શેખાવત એક એવી વ્યક્તિ છે કે જેઓ હંમેશા હાથમાં ઘણી બધી વીંટીઓ પહેરીને ફરે છે. હંમેશા પોતાની સાથે સોનાનાં દાગીના લઈને ચાલે છે. શેખાવત હંમેશા પોતાની સાથે પાંચ બૉડીગાર્ડ રાખે છે. તેમની ત્રણ વર્ષ જૂની કંપનીને સરકાર તરફથી ઘણાં કોન્ટ્રાક્ટ મળ્યા છે. તેમાં તેઓએ કેટલાક પ્રવાસન કાર્યક્રમો અને બિઝનેસ મીટિંગ જેવા કાર્યક્રમોમાં સુરક્ષા આપી છે. આ સાથે રાજ શેખાવત અમદાવાદમાં એક હોટેલ તેમજ જીમની પણ માલિકી ધરાવે છે.  

જાણો શું કહ્યું હતું રાજ શેખાવતે ? 

રાજ શેખાવતે ભાજપમાં જોડતા પહેલા પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી. જેમાં લખ્યું હતું કે, આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી કરણી સેના પરિવાર ગુજરાતના તમામ રાજપૂતોને સંગઠિત અને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી હતી .આજે આપણે સમાજનું સંગઠન અને જાગૃતિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. હવે કરણી સેના પરિવાર અને અમારા શુભેચ્છકો સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે હવે મારે અને કરણી સેના પરિવાર રાજકારણમાં સક્રિય થઈએ. ભાજપની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને આવતીકાલે તમારા આશીર્વાદ અને સહકારથી હું અને મારી આખી ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છીએ. નમસ્કાર માતા કરણી.