રિપોર્ટ@દેશ: અદાણી ગ્રુપે અમદાવાદની મહિલા IPL ટીમને 1289 કરોડ રૂપિયામાં ખરીદી, 5 શહેરોની ટીમ ફાઇનલ

અટલ સમાચાર, ડેસ્ક
દુનિયાની સૌથી પ્રખ્યાત ટી-20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હવે મહિલાઓની ટીમોને પણ પ્રાત્સાહન આપવામાં આવી રહ્યું છે. નવી સિઝનમાં ઉતરનારી તમામ 5 ટીમોના શહેરોના નામ પણ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇના સચિવ જય શાહે જણાવ્યું કે, ટીમોના નામે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. જે પાંચ ટીમો રમવાની છે તેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉના નામે પર મોહર લાગી છે.
મહિલા આઇપીએલમાં ભાગ લેનારી પાંચ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી ટીમોએ બોલી લગાવી હતી. બિડિંગ પ્રક્રિયા અંતર્ગત બીસીસીઆઇ એ તમામ કંપનીઓ પાસે ટેન્ડરની રકમ મોકલવાનું કહ્યું હતું. 25 તારીખે બોર્ડે ટીમની નીલામીના પરિણામની ઘોષણા કરવાનું નક્કી કર્યું હતું. અદાણી ગ્રુપે અમદાવાદની બોલી લગાવતા ટીમને પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ત્યાં જ પુરૂષોની આઇપીએલ ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોર ટીમનો માલિકાના હક ધરાવનારી આરસીબી અહીંયા પણ બેંગ્લોર ટીમને હાંસલ કરવામાં સફળ રહી છે.
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
— BCCI (@BCCI) January 25, 2023
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
— BCCI (@BCCI) January 25, 2023
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
મહત્વનું છે કે, અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડ રૂપિયામાં ખરીદી છે. ત્યાં જ ઇન્ડિયા વિન સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડને મુંબઇની ટીમના અધિકાર 912.99 કરોડ રૂપિયામાં હાંસલ કર્યા છે. બેંગ્લોરને રોયલ ચેલેંન્જર્સ સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડે 9.1 કરોડ રૂપિયામાં પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ત્યાં જ દિલ્હીની વાત કરીએ તો જેએસડબલ્યૂ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ એ 810 કરોડ રૂપિયામાં તેને ખરિદવામાં સફળતા મેળવી છે. કાપરી ગ્લોબલ હોલ્ડિંગ્સની પાસે લખનઉની મહિલા ટીમનો માલિકાના હક મળ્યો છે. તેને બોર્ડ પાસેથી ખરીદવા 757 કરોડ રૂપિયામાં હાંસલ કરી છે. બીસીસીઆઇ એ જણાવ્યું કે, આઇપીએલની તમામ 5 ટીમોનું વેચાણ કર્યા બાદની વેલ્યૂ 4669.99 કરોડ રૂપિયા છે.