બ્રેકિંગ@ગુજરાત: રાધનપુરમાં ભરતસિંહ બાદ કોંગ્રેસ દિગ્ગજ નેતાએ પણ AAPને લઈ આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

 
Congress

અટલ સમાચાર, મહેસાણા 

રાજ્યમાં આજે સંભવિત ગુજરાતની ચૂંટણી જાહેર થઈ શકે છે. તેવામાં હવે કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો મેદાને પડ્યા છે. આ બધાની વચ્ચે રાધનપુરમાં કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન સામે આવ્યું છે. જે સભાના મંચ પરથી આમ આદમી પાર્ટી સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. જોકે આ બાબતે કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશીનો સંપર્ક કરતાં તેમણે પણ ન માત્ર આપ પરંતુ કોઈપણ પક્ષ જો સમર્થન આપે તો મોંઘવારીને લઈ ભાજપ સામે લડત આપવા તૈયારી દર્શાવી છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં  રાધનપુર ખાતે પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સિંહ સોલંકીએ એક મોટું નિવેદન આપ્યું છે.  તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર છીએ. જે બાદમાં અનેક રાજકીય ચર્ચાઓને વેગ મળ્યો છે. 

શું કહ્યું કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.મનીશ દોશીએ ? 

આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.મનીશ દોશીએ જણાવ્યું હતું કે,  એમનું જે નિવેદન છે એ સંપૂર્ણપણે નિવેદન એ પ્રકારનું હતું કે, ભાજપને હરાવવા માટે જે પણ લોકો હોય..... તેમણે NCPથી માંડીને તમામ પક્ષોના નામ લીધા હતા. ભાજપને હરાવવા માટે જે પણ લોકો ભેગા થઈ ને કોંગ્રેસને સહયોગ આપતા હોય તો અમને કોઈ વાંધો નથી. અંતે તો ગુજરાતની જનતાને મોંઘવારી અને બેરોજગારીથી મુક્તિ અપાવવાની વાત છે.  જેથી કોંગ્રેસ ભાજપ વિરોધી જેટલા લોકો છે તેને એક કરવા માંગે છે. જેથી મતોનું વિભાજન અટકે અને ગુજરાતનિ જનતા જે અપેક્ષા રાખે છે એ પ્રકારનું શાસન આવે. અને પરિવર્તન આવે. અને એટલા માટે જ આ પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.