બ્રેકિંગ@ગુજરાત: રાજકોટ બાદ હવે અહી વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન, જાણો શું થયું હતું ?

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ચાલુ શાળામાં જ સંભવિત રીતે હાર્ટ એટેકને કારણે મોત થયું હતુ. જોકે હવે વલસાડમાં પણ એવી જ ઘટના સામે આવી છે. વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં જ હાર્ટએટેક આવી જતા વિદ્યાર્થીઓ સહિત તંત્ર દોડતું થયું હતું. 

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ મોત થયાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. 

Valsad

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. યુવકનું મોત થયા બાદ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે યુવકના પોસ્ટમોર્ટમના આધારે આ દિશામાં પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવશે. બનાવની જાણ થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.