નખત્રાણાઃ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર સભ્યોના મોતથી માતમ છવાયો
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.
Aug 30, 2022, 11:15 IST

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો દિન-રોજ વધતા જઇ રહ્યા છે. આ સાથે મોટા વાહન સાધનો પોતાનું વાહન રોડની સાઇડમાં જ પાર્ક કરી દે છે અને અજાણ્યા વાહન ચાલક ટ્રક પાછળ ઘૂસી જાય છે. અને અંતે તે મોત ને વ્હાલુ કરે છે.આવો જ એક બનાવ નખત્રાણામાં સામે આવ્યો છે.
નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં. પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.