
અટલ સમાચાર, ડેસ્ક
બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 27 લોકોના મોત બાદ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પહેલુ એક્શન લીધુ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જે મહિલા એએસઆઈનો રોલ સામે આવ્યો છે તેની બદલી કરવાના આદેશ છૂટ્યા છે. મહિલા ASI આસમીબાનુ ઝડકીલાની હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે. મહિલા ASI ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેની લઠ્ઠાકાંડના હપ્તામાં સંડોવણી ખૂલી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI આસમીબાનુ ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે આસમીબાનુ ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.
ઉલ્લેખનીય છે કે, એમોઝ નામની કંપનીમાંથી મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. અમદાવાદના પીપળજ ખાતે એમોઝ કંપની આવેલી છે. એમોઝ કંપનીમાંથી જ મિથેનોલ કેમિકલ મોકલાયું હતું. જેમાં રાજુ નામના શખ્સે મિથેનોલ કેમિકલ મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે. રાજુએ ત્રણ બેરલ મિથેનોલ કેમિકલ મોકલ્યું હતું. ડભોઇ ગામમાં પિન્ટુ અને સંજયે મિથેનોલના ત્રણ બેરલ ઉતાર્યા હતા.