અમદાવાદઃ કોંગ્રેસે શુભેચ્છા બેનરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલ્યું, વિવાદ થતા પોસ્ટર હટાયા
ટીમ

અટલ સમાચાર, ડેસ્ક

આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL નો મુકાબલો જામશે. અમદાવાદમાં IPL 2022ની પહેલી મેચ આજે રમાશે. ત્યારે IPL મેચમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર કોંગ્રેસ પાર્ટીએ લગાવેલા બેનરથી વિવાદ ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા ક્રિકેટરોને શુભેચ્છા પાઠવતા બેનર લગાવાયા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ નામ લખાયુ હતું. વિવાદ થતાં તાત્કાલિ અસરથી પોસ્ટર હટાવાયા હતા. 

કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં 'સરદાર પટેલ સ્ટેડિયમ'નો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના બેનર્સમાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ તરીકે દર્શાવાયું હતું. હાલ અમદાવાદમાં સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' છે, ત્યારે કોંગ્રેસે પોતાના બેનર્સમાં સરદાર પટેલ સ્ટેડિયમ લખતા વિવાદ ઉઠ્યો હતો. જોકે, મહાનગર પાલિકાના ધ્યાને આવતા તાત્કાલિક એક્શનમાં આવી ગયુ હતુ. સ્ટેડિયમના રોડ પર લગાવાયેલા બેનરને હટાવી લેવાના આદેશ અપાયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાંથી બેનર હટાવાયા હતા.


કોંગ્રેસ દ્વારા લગાવાયેલા બેનરમાં સ્ટેડિયમના નામ તરીકે 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં ગત વર્ષે આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા બેનર લગાવ્યા હતા, જેમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાની તસવીરો સાથે શુભેચ્છા સંદેશ હતો. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે IPLની ક્વોલિફાયર મેચ રમાશે. આજે સાંજે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે. જેમાં RCB અને RRમાંથી વિજેતા ટીમ GT સાથે ટકરાશે. જીતનારી ટીમ રવિવારે ગુજરાત સામે ફાઈનલ રમશે. કે IPL 2022ની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાનાર છે. આ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ પહોંચી ચૂકી છે, અને આજે જીતનારી ટીમ ગુજરાત સામે ટકરાશે.તો IPLની ફાઈનલ મેચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત બોલીવુડના ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહેનાર છે. 

સ્ટેડિયમ રમનારી મેચ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રાફિક અગવડ ન પડે માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન કરાયો છે. જનપત ટી થી મોટેરા સુધી રોડ બંધ રાખવાં આવશે. ખેલાડી લઈ જવા માટે અલગ રોડ રાખેલ છે. 1.10 લાખ લોકો આવના હોવાથી રોડ પર ટ્રાફિક જામ ન થાય માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ક્રિકેટ પ્રેમી મેચ જોવા આવે તો અવર જવર માટે સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. આ માટે બીઆરટીએસ અને એએમટીએસ રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહન ટોઇંગ કરવામાં આવશે. 8 પ્લોટ ફોર વહીલર અને 23 પ્લોટ ટુ વહીલર પાર્કિગ માટે રાખવામાં આવ્યા છે. જેમાં ઓનલાઇન પાકિગની સુવિધા આપવામાં આવી છે. 

ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે અમદાવાદમાં બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વિશે AMTS કમિટી ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યુ કે, IPL 2022 ક્રિકેટ મેચ માટે AMTS અને BRTS બસ ફાળવાઈ છે. ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. 27 મે ના રોજ AMTS ની કુલ 116 અને BRTS ની 56 દોડશે. જયારે કે, 29 મેના રોજ AMTS ની 116 અને BRTS ની 71 બસ દોડશે.