મુલાકાત@ગુજરાત: અમદાવાદ પોલીસે લીધી મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત, જાણો ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમની સાથે અમદાવાદ શહેરના પોલીસ બેડાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને માર્ગદર્શન આપ્યુ હતું.
આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાત, મદદ અને સલામતી વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા. અમદાવાદના આંગણજ વિસ્તારમા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામા આવી રહ્યો છે. જેમા દેશના માન્નીય વડા પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મહોત્સવનુ અનાવરણ કર્યુ હતુ. તેની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે પુરતી તૈયારી કરી હતી. આ મહોત્સવ 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કાર્યક્રમ ઉજવવામા આવશે. તેમા દેશ અને વિદેશના મોટા નેતાઓ પણ જોડાશે તેથી સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે.