વિધાનસભા@ગુજરાત: તમામ ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા, 2 મહિલા MLAએ સંસ્કૃતમાં લીધા શપથ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાઈ. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. પૂર્વ અધ્યક્ષ રમણ વોરા અને ગણપત વસાવાએ ધારાસભ્ય તરીકેના પ્રથમ શપથ લીધા હતા. રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. મંત્રીમંડળના સભ્યોના ધારાસભ્ય પદના શપથ બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ લીધા હતા.
આ તરફ આજે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.
વિધાનસભામાં ધારાસભ્યોની આજે શપથવિધિમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પારંપરિક વસ્ત્રો ધારણ કરી વિધાનસભા પહોંચ્યા હતા. આ બાબતે વાત કરતા દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ કુટુંબમાં મારો જન્મ થયો છે, દરરોજ પૂજાપાઠ કરતાં કુટુંબમાંથી હું આવું છું ત્યારે આજે મારા માટે આ શુભ દિવસ હોવાથી મેં પારંપરિક પરિધાન પહેર્યા છે.. ઉપરાંત તેઓ આજે સંસ્કૃત ભાષામાં પદના એટલે કે ધારાસભ્ય તરીકે ના શપથ લેવાના છે, આ બાબતે જણાવ્યું કે, સંસ્કૃત તમામ ભાષાની જનની અને માતૃ ભાષા છે માટે હું સંસ્કૃતમાં શપથ લઈશ. ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તે માટે પણ હું કામ કરીશ.