આરોપ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ 1 કરોડમાં ખરીદેલી જમીન 26 કરોડમાં વેચી માર્યાનો આક્ષેપ

આ સમારોહમાં સી. આર. પાટીલે દૂધ ઉત્પાદકોને જણાવ્યું કે, દિવાળી પહેલાં ડેરીના વહીવટકર્તાઓ ખૂબ મોટો લાભ કરાવવાના છે તેમ જ દૂધસાગર ડેરીના ચેરમેનને પાંચ પશુઓ રાખવાથી શું લેવાનું વધુ ગાયો અને ભેંસો રાખવા માર્મિક ટકોર કરી હતી.
 
rushi ket

અટલ સમાચાર, ડેસ્ક

વિસનગરમાં રવિવારે સાંજે દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ અને સમસ્ત વિસનગર તાલુકા ચૌધરી સમાજના નેજા હેઠળ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સન્માન સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોલેજની એક કરોડમાં ખરીદેલી જમીન 26 કરોડમાં વેચવા મામલે દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સણસણતો જવાબ આપતાં કહ્યું કે, જ્યારે ચેરિટી કમિશનરે જમીન વેચાણ માટે હરાજી રાખી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? આ જમીન મારા પુત્રે હરાજીમાં ખરીદી હતી.
 
ઋષિકેશ પટેલ તેમના અને તેમના દીકરા પર કરાઈ રહેલા આક્ષેપો અંગે પહેલીવાર જાહેરમાં બોલ્યા હતા. તેમણે વિપુલ ચૌધરીનું નામ લીધા વિના જણાવ્યું કે, તમે જે આક્ષેપ કરો છો, તે માટે કોર્ટના દરવાજા ખખડાવો. એક ટકો પણ સચ્ચાઈ નીકળશે તો રાજનીતિ છોડી દઈશ. તમે ભ્રષ્ટાચાર કરો છો અને રાજીનામું માગો છો.

આ સમારોહમાં સી. આર. પાટીલે દૂધ ઉત્પાદકોને જણાવ્યું કે, દિવાળી પહેલાં ડેરીના વહીવટકર્તાઓ ખૂબ મોટો લાભ કરાવવાના છે તેમ જ દૂધસાગર ડેરીના ચેરમેનને પાંચ પશુઓ રાખવાથી શું લેવાનું વધુ ગાયો અને ભેંસો રાખવા માર્મિક ટકોર કરી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


વિસનગરમાં લક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેકન્ડરી ટીસર્ચ ટ્રેનિંગના નામે સરકારી બીએડ કોલેજ ચાલતી હતી, જેનું રિનોવેશન હોવાથી 2019માં અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. આ જમીનનું મૂળ માલિક શ્રી બેતાલીસ શ્રીમાળી જૈન કેળવણી મંડળ હતું. ત્યાર બાદ આ જમીનને ચેરિટી કમિશનરમાં જઈ વેચાણ માટે મુકાઈ હતી, જેની જાહેરાત પ્રસિદ્ધ બાદ ઓક્સન કરાતાં મહાવીર ડેવલપર્સના નામે ઋષિકેશ પટેલના પુત્ર રુચિકુમારે 1.09 કરોડમાં ખરીદી હતી. ત્યાર બાદ આ જમીનનું વેચાણ 26 કરોડમાં કરાયું હોવાના આક્ષેપ કરાયા છે.