ચૂંટણી@ગુજરાત: અલ્પેશ ઠાકોરની રાધનપુર છોડી આ બેઠક પર દાવેદારી, સ્થાનિકની માંગ સાથે ભાજપના કાર્યકરોનો જ વિરોધ

 
Alpesh

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રાજનીતિ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી હવે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. કારણ આ દરમ્યાન રાધનપુર બેઠક છોડી ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરે દાવેદારી છે. જેને લઇને વિરોધનો મધપુડો છંછેડાયો હતો. મહત્વનું છે કે અગાઉ રાધનપુર બેઠક પર પેટા ચૂંટણીમા અલ્પેશ ઠાકોરની હાર થઈ હતી. ત્યારે હવે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરની દાવેદારીને પગલે ભાજપના કાર્યકરોએ જ તેમનો વિરોધ કર્યો હતો અને ભાજપના કાર્યકરોએ સ્થાનિકને ટિકિટ આપવા માટે માંગ ઉઠાવી હતી. 

Vav
જાહેરાત

અલ્પેશ ઠાકોરના સમર્થકોએ ગાંધીનગર દક્ષિણથી ટિકિટ માંગી હતી. જ્યારે રોહિતજી ઠાકોરે દેહગામથી ટિકિટ માંગી હતી. આમ ગાંધીનગર બન્ને સીટ પર રોહિતજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ખેંચતાણ વધી હતી. અલ્પેશ ઠાકોર અને રોહિતજી ઠાકોરે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા છવાયો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવાર ન મુકવા માંગ ઉઠાવી હતી. એટલુ જ નહિ આયાતી ઉમેદવાર આવશે તો સહકાર ન આપવાનું પણ રોકડુ પરખાવી દીધું હતું.આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી. 

Kirti
જાહેરાત

મહત્વનું છે કે, ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ધારાસભ્ય શંભુજી ઠાકોરે પણ દાવેદારી કરી છે. આ દરમિયાન શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ શિસ્તમાં માનનારો પક્ષ છે. આથી પક્ષ જે પણ ઉમેદવાર નક્કી કરશે તે જ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવશે. વધુમાં 45થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી બાયોડેટા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.