નિવેદન@ગુજરાત: રાહુલ ગાંધી મેસેજ મળે તે સાચો છે કે ખોટો તેની તપાસ નથી કરતાં: અલ્પેશ ઠાકોર

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ગુજરાતની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ બધા વચ્ચે અલ્પેશ ઠાકોરે રવિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે મોટી વાત કહી હતી. એમને રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપવામાં આવેલ નિવેદનની નિંદા કરતા કહ્યું હતું કે ' એમને આવી તુચ્છ વાતો કરીને રાજનીતિ ન કરવી જોઈએ.' સાથે જ તેમણે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેઓ કયું ભારત જોવા માગે છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે એ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે અને જૂના નેતાઓની વાત કરીને તમે શું સાબિત કરવા માગો છો ?
અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈઓ ગણાવતા કહ્યું હતું કે તેમને જે મેસેજ મળે છે તે ખોટો મળે છે કે સાચો છે તેની તપાસ કરતા નથી. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટીને બદલે પોતાના વ્યક્તિગત એજન્ટો માટે કામ કરી રહ્યા છે અને એટલા માટે રાહુલ ગાંધી સુધી સત્ય નથી પહોંચતું અથવા તો તેઓ સત્ય સમજવા નથી માંગતા. બીજી તરફ ભાજપના નેતા નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ એ લોકો સીધા કાર્યકરો સાથે જોડાયેલા છે અને બંને નેતાઓ પાયાના સ્તરે કાર્યકરો સાથે જોડાયેલા રહે છે.
અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના સાવરકર પરના નિવેદન પર કહ્યું હતું કે 'સાવરકર અને આરએસએસ માટે બોલીને રાહુલ ગાંધી શું સંદેશ આપવા માંગે છે. આ અંગે નિવેદન આપવાથી કોંગ્રેસને શું ફાયદો થશે એ મારા સમજની બહાર છે. કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' આ ઉપરાંત ઠાકોરે કહ્યું હતું કે કે આવનારા દિવસોમાં ભાજપ રાજ્યને આગળ લઈ જશે અને આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યે ઘણું હાંસલ કર્યું છે. આ સાથે એમને કહ્યું કે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ કહી શકે છે કે 'મેં આ ગુજરાત બનાવ્યું છે'.