BREAKING@ગુજરાત: તો હવે અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી ? જાણો એક જ ક્લિકે

 
Alpesh Thakor

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી ને લઇ રોજ નવી અપડેટ સામે આવી રહી છે તેવામાં હવે અલ્પેશ ઠાકોરને લઇ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકીય સૂત્રો મુજબ અલ્પેશ ઠાકોર પહેલા રાધનપુરથી લડી શકત. પણ પછી અચાનક તેમાં વળાંક આવ્યો અને હવે સંભવિત રીતે ગાંધીનગર દક્ષિણ થી ચુંટણીમાં ઝંપલાવી શકે છે. જોકે આ માત્ર એક ચર્ચાઓ જ છે. વાસ્તવિક સ્થિતિ એટલે ખરેખર અલ્પેશ ઠાકોર ક્યાંથી લડશે તે તો આવનારો સમય જ બતાવશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ અને AAP પોતપોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. ત્યારે AAPએ અત્યાર સુધીમાં 14 યાદી સાથે કુલ 179 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તો ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની 3 યાદી જાહેર કરી છે. જેમાં કુલ 96 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જ્યારે ગુજરાત ભાજપે 2 યાદી સાથે કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે ભાજપના બીજા તબક્કાના બાકી 16 બેઠકોના નામની હજુ ચર્ચા ચાલી રહી છે. જે કેન્દ્રીય નેતૃત્વની લીલીઝંડી મળ્યા બાદ જ જાહેર થશે.

મહત્વનું છે કે, બીજા તબક્કા માટે હજુ ભાજપે 16 બેઠકો પર નામ જાહેર કરવાના બાકી છે. મહત્વનું છે કે, ભાજપે અત્યાર સુધીમાં 166 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાકી રહેલી 16 બેઠકોની જો વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. હિંમતનગર, મહેમદાવાદ, પેટલાદ અને જેતપુર પાવીના નામ જાહેર કરવાના બાકી છે. રાધનપુર સહિત 16 બેઠકો પર નામ જાહેર કરવાના બાકી છે.

આ સાથે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામને લઈ ચર્ચા ચાલી રહી છે. રાધનપુર બેઠક પર નામ જાહેર ન થતા અલ્પેશના નામ પર અટકળો ચાલી રહી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશના નામ પર આગેવાનોમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે.