ઘટના@મહેસાણા: સોમનાથ રોડ પર ફ્લેટમાં પાર્ક કરેલ એક્ટિવા ચોરાયું, છત્રી ઓઢી ચોરી કરતો ઈસમ CCTVમાં કેદ

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના સોમનાથ રોડ પર આવેલા હિમાદી ફ્લેટ નીચે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી થયાનું સામે આવ્યું છે. જોકે ચોરે ચોરીની નવી ટેકનિક આપવાની છત્રી ઓઢીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ તરફ ચોરીની સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ ગયા બાદ હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Mehsana

મહેસાણા શહેરમાં દિવસેને દિવસે વાહન ચોરીના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહેસાણાના તરેરી રોડ ઉપર સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ હિમાદી ફ્લેટમાં ચોરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક વ્યક્તિએ પોતાની એક્ટિવા GJ.2.DQ.0159 પાર્ક કર્યું હતું. જોકે બીજા દિવસે વહેલી સવારે તપાસ કરતાં એક્ટીવા ચોરી થયાનું સામે આવ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા ચોરીની ઘટના કેમેરામાં કેદ થયાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં વહેલી સવારે 4 કલાકે એક અજાણ્યો ઈસમ છત્રી ઓઢીને ફ્લેટના પાર્કિગમાં એક્ટિવા ચોરી કરીને ફરાર થઇ ગયો હોવાનું સીસીટીવમાં જોવા મળ્યું હતું. જેને લઈ ફરિયાદીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.