કાર્યવાહી@મોરબી: દુર્ઘટના મામલે FIR તો નોંધાઈ પણ ઓરેવા કંપની કે આરોપીનું નામ જ નહીં, જાણો શું છે મામલો ?

 
Morbi FIR

અટલ સમાચાર,ડેસ્ક 

મોરબીમાં જે દુર્ઘટના બની છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે.. ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 190 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધારે લોકો સારવાર હેઠળ છે.. આ લોકોની રાજકોટ અને મોરબીમાં સારવાર ચાલી રહી છે.. બીજી તરફ સમગ્ર મામલે FIR નોંધાઈ છે પણ આ ફરિયાદમાં ક્યાંય ઓરેવા કંપની કે તેના માલિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે લોકોએ પુલ પર જવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટમાં મોટા મોટા અક્ષરે ઓરેવા કંપનીનો નામ લખવામાં આવ્યું છે.. જેથી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. 

Morbi FIR 02

તંત્ર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખવામાં આવ્યું નથી અને 304,308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે. અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. પણ ઓરેવા કંપની કે તેના માલિક સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનેન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પરિવાર સાથે ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગયા હતા. પણ આ ઘટના બાદ તેની સામે કે તેની કંપની સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. જે ખરેખર તપાસનો વિષય છે. મહત્વનું છે કે, નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો. પોલીસે જવાબદાર કંપની સામે 304,308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે.