ઘટના@સુરત: ઘરના લોકો સૂતા રહ્યા અને ચાર્જિંગમાં મૂકેલું ઇ-બાઇક સળગી ઉઠ્યું, જાણો પછી શું થયું ?

 
Surat E Bike

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના સરથાણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઇલેક્ટ્રીક બાઇકમાં આગ લાગતાં ચકચાર મચી જવા પામી હતી. ઇલેક્ટ્રીક બાઇક ઘરના પાર્કિંગમાં ચાર્જ કરવા મૂકી હતી. ઘરના સભ્યો બાઇક ચાર્જિંગમાં મૂકીને સૂઇ રહ્યા હતા. આ દરમિયાન બાઇકમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, ચાર્જિંગમાં મૂકેલી બાઇકમાં અઅચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી, જ્યારે પરિવાર જીવ બચાવીને બહાર નીકળી ગયો હતો.

 સુરતના સરથાણા વિસ્તારમાં ઇલેક્ટ્રીક બાઇકમાં આગને પગલે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘરના સભ્યો બાઇક ચાર્જિંગ પર મૂકીને સૂઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ બાઇક સળગી ઉઠ્યું હતું. આગની જ્વાળાઓ જોતાં ઘરના સભ્યો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે આગને પગલે આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ચપેટમાં બાઈક બળીને ખાખ થઇ ગયું છે. આગ પ્રસરતા ઘરને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.