ગુજરાતઃ હવામાન વિભાગની વધુ એક આગાહી, આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ, જાણો વધુ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાક સામાન્ય વરસાદની સંભાવના છે, જે બાદ ઉઘાડુ નીકળશે. નોર્થ ગુજરાત રિઝનમાં પણ આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે, જે બાદ દક્ષિણ ગુજરાતમાં આ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.
 
આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. 5 દિવસ દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિંવત જોવા મળી રહી છે. ઉપરાંત અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં માત્ર હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાક સામાન્ય વરસાદની સંભાવના છે, જે બાદ ઉઘાડુ નીકળશે. નોર્થ ગુજરાત રિઝનમાં પણ આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે, જે બાદ દક્ષિણ ગુજરાતમાં આ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો, આજે અને કાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પરંતુ સમગ્ર શહેરમાં વરસાદ પડવાની સંભવના નથી. અમદાવાદમાં રવિવારથી વરસાદની આગાહી નથી. જ્યારે તાપમાનની વાત કરીએ તો એક બે દિવસ બાદ 34-35 સેલ્સિયસ રહેવાની શક્યતા છે.